Print karva mate: Chrome ma kholo → Ctrl+P → Destination: Save as PDF → Margins: Default → Background graphics: ON → Save. Fonts load thava dyo (internet joiye). Paper size automatic 5.5 × 8.5 in aavse.

તું જીત મારી જાત

Second Edition

તું જીત
મારી જાત

(Tu Jeet Mari Jaat)
દર્શિત ગોટી
(ગોટી સાહેબ)
harmat.in
Titleતું જીત મારી જાત (Tu Jeet Mari Jaat)LanguageGujarati (ગુજરાતી)AuthorDarshit Goti (Goti Saheb)Copyright ©Darshit Goti (Goti Saheb)Published byHarMat PublicationContact+91 7041861703Emailinfo@harmat.inSecond EditionSeptember, 2026ISBN978-93-6852-250-8MRP₹ 349/-

All rights reserved. No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system or transmitted, in any form or by any means (electronic, mechanical, photocopying, recording, or otherwise) without prior written permission of the publisher, except for brief quotations in book reviews or critical articles or research papers, and for certain other non-commercial uses permitted by copyright law.

The views expressed by the author(s) in this book are their own. The publisher, HarMat Publication, makes no representation or warranties with respect to the accuracy, completeness, or suitability of the information contained in this book. Neither the publisher nor the author(s) shall be liable for any loss or damage, including without limitation, indirect or consequential loss or damage, arising from the use of or reliance on the information contained herein.

તમારા હૃદયના કોઈ ખૂણે ભટકતી લાગણીઓને,

શબ્દોમાં જો જોવાની ઈચ્છા હોય, તો આ પૃષ્ઠો તમારા માટે છે.

તમારા જીવનમાં જો કોઈ ખાલી જગ્યા છે?

તો કદાચ આ પુસ્તક તે ભરવા માટે છે..

વાંચી શકો તો એક પુસ્તક છું હું,

ફાડવાના જો હો, તો કાગળ પણ નથી

~ ગોટી સાહેબ

ફરી એકવાર...

તૈયાર છો ને?

હૃદયના ઉંડાણથી અર્પણ

હારેલા હૃદયોને, તુટેલા વિશ્વાસને,બંધ ઓરડામાં લેવાતા ઉંડા ઉંડા સુવાસને,સફળતાની રાહ જોઈને થાકી ગયેલી આંખને,મજબુરીની આડ ઓઢી મરી પડેલી આશને,ભાંગી પડેલી રસ્તે રઝળતી હરતી ફરતી લાશને,ઈચ્છાઓના સમુદ્રમાં તળીયે પડેલી કાશને,જવાબદારીનો બોજ ઉચકી હાંફી ગયેલ ખંભાને,અધુરા પ્રેમને, અધુરા સપનાને, અશ્રુઓનો દરિયો વહાવીસુકાઈ ગયેલ પાંપણોને,ખરી ગયેલા પાનને, વીંધાવેલા કાનને,યાદોના ખંડેર સમા ખાલી પડેલા મકાનને,ઘરથી નીકળેલા ઘર બનાવા બધા દેશના જવાનને,આ પુસ્તક મારું ઘર છે એને વાંચવા આવેલા મહેમાનને,અર્પણ કરું છું આ ઘર મારું.. દિલથી દિલના ધનવાનને..

નિવેદન

શબ્દો મારી જિંદગીનો શ્વાસ છે, અને કલમ મારા હૃદયનો ધબકાર..

અહીંયા પ્રસ્તુત કરેલી દરેક રચના, વિચારો અને વાતો માત્ર અભિવ્યક્તિ અને ભાવનાઓના પરિપ્રેક્ષ્યમાં રજુ કરવામાં આવી છે.

આ લેખન કોઈપણ જાતિ, સમુદાય, વ્યક્તિગત લાગણીઓ અથવા સંસ્થાને ઠેસ પહોંચાડવાના આશયથી લખવામાં આવ્યું નથી.

જો કોઈ પંક્તિ અથવા વિચારથી કોઈ અસહમત હોય, તો તે નિર્જીવ શબ્દો નહીં, પણ એક લેખકની ભાવનાત્મક અભિવ્યક્તિ તરીકે જોવાં વિનંતી.

મુસીબતો અને જિંદગીના વિવિધ પ્રશ્નોથી મુંઝાય ગયેલા, હારી ગયેલા જીવને એક હિમ્મત આપવા અને મારા વિચારો થકી મૂંઝવણોનું સમાધાન કરવા આ પુસ્તકની રચના કરવામાં આવી છે..

આશા કરું છું કે મારા વિચારો અને રચનાઓ વાંચી તમને એક હિમ્મત અને દિલને રાહત મળશે..

“ગોટી સાહેબ” તરીકે હું મારી રચનાઓ પ્રસ્તુત કરું છું, અને આશા રાખું છું કે તમારું મન અને મિજાજ અહીં કંઈક અલગ અનુભવશે.

અને હા વાંચીને પ્રતિભાવ આપવાનું ના ભૂલતા..

- દર્શિત ગોટી (ગોટી સાહેબ)

પ્રસ્તાવના

આ પુસ્તક માત્ર કાગળ પર લખાયેલા શબ્દોનો સમૂહ નથી, પરંતુ એ વિચારો, લાગણીઓ અને જીવનના વિવિધ અનુભવોનો સંગ્રહ છે.

અહીં મેં કવિતાઓ, ગઝલો અને ઊંડા અર્થવાળી વાતો દ્વારા મારા મનની લાગણીઓને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે.

મારા શબ્દો માત્ર વાંચવા માટે નથી, પણ અનુભવી શકાય એવા છે.

એમાં ક્યાંક કોઈના જીવનની વાસ્તવિકતા હશે, તો ક્યાંક એક અજાણી લાગણીનું પ્રતિબિંબ. કેટલીક પંક્તિઓ તમને હસાવશે, કેટલીક વિચારતા કરી દેશે, અને કેટલીક કદાચ તમારી પોતાની જ વાર્તા જેવી લાગશે.

આ પુસ્તક એ એક સફર છે—શબ્દોની, લાગણીઓની અને અનુભવોની. તમે જ્યારે એક-એક પાના વાળશો, ત્યારે તમે મારી સાથે નહીં, પણ તમારી જાત સાથે વાત કરતા હોય એવું અનુભવશો..

- દર્શિત ગોટી (ગોટી સાહેબ)

સ્પષ્ટતા

હું મારી રચનાઓની શરૂઆત કરું...

એ પહેલાં જ સ્પષ્ટ કરી દઉ કે મેં લખ્યું છે ને તમે વાંચી રહ્યા છો... પણ ખરેખર એમ સમજજો કે હું બોલું છું ને તમે સાંભળો છો..

મારા શબ્દોથી તમારી સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી તમે વાંચતા હોય એવું નહીં... આપણે એકબીજા સાથે વાતો કરતા હોઈએ તદ્દન એવું જ લાગે...

તો, હવે આગળ નિહાળીએ...

તમારા પ્રેમ અને માન સાથે, હું મારા શબ્દોની સફર આગળ વધારીશ...

મજા આવશે..

લેખક પરિચય

હેલો વ્હાલીડાવ !! નમસ્કારમ્,

કેમ છો? આશા કરું કે મજામાં જ હશો.

હું દર્શિત ગોટી... એટલે આપનો ગોટી સાહેબ!!

મારું પહેલેથી જ એક સપનું છે કે મારા નામને કોઈ ઓળખે અને મારી આ ધરતી પર એક અલગ જ ઓળખ હોય..

દર્શિત તો દુનિયામાં ઘણાં હશે, પણ “ગોટી સાહેબ” કહીએ ત્યારે,

મારો ચહેરો, મારા શબ્દો, અને મારી ઓળખ તરત સ્મૃતિમાં આવે—

એવા કંઇક સપનાંઓ સાથે , હું મારી કલમને ઉડાન આપી રહ્યો છું.

વિશ્વાસ છે કે એક દિવસ મારા શબ્દો અને ભાવનાઓ મારી ઓળખ બનશે,

ને જે સપનાની શરૂઆત આજે અહીંથી થઈ છે,

તેની ગુંજ ભવિષ્યમાં પણ અવિરત રહેશે..

તમે મારી રચનાઓ વાંચશો ત્યારે મને નહીં, પણ મારી કલમને ઓળખી શકશો.

અને ત્યાંથી શરૂઆત થશે એક લેખકના સાચા પરિચયની...

- દર્શિત ગોટી (ગોટી સાહેબ)

01

એક તાજો બનેલો કિસ્સો કહું..

એકવખત અમસ્તાં જ એકલો બેઠો હતો ને નાના છોકરાંના રડવાનો અવાજ આવ્યો.. બહાર જઈને જોયું તો છોકરું એની મા પાસે વેન કરતું હતું..

કે મમ્મી મારે ફુગ્ગો લેવો છે..

મમ્મીએ બહુ બધી વાર ના કહ્યું તો છોકરું રડવા લાગ્યું ને જીદ્દ પકડીને બેસી ગયું... આટલામાં એ છોકરાના પપ્પા આવ્યા છોકરાને રડતો જોયો ને પુછ્યુ કારણ... પછી ખિસ્સામાંથી એક સુંદર નાનું મંદિર જેવું રમકડું કાઢ્યું અને છોકરાને આપીને કહ્યું જો બેટા કેટલું મસ્ત છે..

એ રમકડું જોઈને છોકરો તરત છાનો રહી ગયો ને ફુગ્ગાને ભુલી ગયો.... આ આખી ઘટના જોઈને વિચાર આવ્યો ને મેં ત્યારે લખ્યું કે...

મન ભલે ગમે તેટલું જીદ્દી હોય...જો સારો ઓપ્શન મળે તો જીદ્દ ભુલી જ જાય..

એવી જ રીતે જિંદગીમાં પણ થતું હોય... એક સારો ઓપ્શન મળે એટલે જુનો ભુલી જવાય... આમ જ તો ચાલે છે બધું હેને??

તમે ઢોસા ખાવા ગયા હોય ને રસ્તામાં સારું મંચુરિયન મળતું જોઈ જાવ તો ત્યાં રોકાય જાવ અથવા તો લેવા ગયા હોઈએ કૈક બીજુ ને લઇને આવીયે કૈક અલગ.. કેમ ??

કારણ કે મન બવ જ ચંચળ હોય.. જેમ વાળો એમ વળી જાય.. તેથી મનને ઠપકો આપતી લાઈન લખી’તી,

મારું, તારું, આપણું બધાનું,છોડ છાનું માનું...ચાલ મન!!ધંધે લાગી જઈએ..ધંધે લાગ્યા પહેલા..

કહેવાનો મતલબ કે,

બીજા બધાનું વિચારવાનું છોડીને, લોકો શું વિચારે એ વિચારવાનું છોડીને પહેલા પોતાના કામમાં ધ્યાન દઈએ... નહીંતર પોતે તો હેરાન થઈશું.. બીજાને ય હેરાન કરશું...

એટલે આડાઅવળું વિચારવાનું છોડીને ધંધે લાગી જવાનું.. મહેનત કરવાની.. બાકી તો મારો કાનુડો છે જ ફળ આપવા માટે..

02

એક હૃદયને અડી જાય એવી મારી બહું ફેમસ લાઈન છે એ કહું...

કોઈને નથી પડી કે તમે દિવસમાંકેટલી ઠોકર ખાવ છો..બધાને બસ એક જ વાતથી મતલબ છે કેતમે રુપિયા કેટલા કમાવ છો??

જો જો અડી ગઈને??

હા જાણું છું!! કારણ બધાની જિંદગીમાં આવું જ છે... તમે કેટલા ઘસાવ છો કેટલા બળો છો એ કોઈ જ નથી જોતું.. જોવે છે તો ફક્ત તમારી ચમક, તમારું સ્ટેટસ...

ઘરે કોઈ મહેમાન પણ બેસવા આવે તો કહેશો... દિકરો કે દીકરી શું કરે? કેટલું કમાય??

કદાચ એમ પુછવું જોઈએ કે દિકરો કે દીકરી જ્યાં જાય છે એ જગ્યા સાવચેતી વાળી તો છે ને? દિકરો કે દીકરી ખુશ તો છે ને?

પણ ના... જે ચાર લોકોની બધા વાત કરતા હોય એ પોતે પણ એ ચાર લોકોમાંના જ એક હોય છે... હમમમમ...

અંતે તો બધા એના એ જ...

પણ..

ચાલ્યા કરે.. મન પર નહીં લેવાનું.. એવું બધું જો વિચારવા બેસીયે તો જીવી શકીયે ખરા??

નહીં ને ? તો પછી ...

ને તમારે વિચારવું જ હોય તો પોતાની જાત માટે વિચારો જે ક્યારેય તમને દગો નહીં આપે..

દગા પરથી એક વાત યાદ આવી...

લાગણીનાં સમુદ્ર છલકાય ગયા,જ્યારે એ હતા એવા ઓળખાય ગયા,ને એ દગો કરીને છુટી ગયા..ને અમે એની જ યાદોમાં ડુબી ગયા..

હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા.. એમ જ માણસ પણ જુદા જુદા ચહેરાઓ રાખે છે...

જે વ્યક્તિ દગો આપે છે એ બહું સ્વાર્થી હોય છે.. પોતાનો સ્વાર્થ પુરો થતા જ બધી કસમો, બધા વાયદાઓ ભુલી જાય છે.. ને હૃદય તોડીને જતુ રહે છે... ને એ વ્યક્તિ જેને દગો મળ્યો છે એ આખી જિંદગી મુંઝાયા રાખે છે...

ને પછી જે દુધથી દાઝયા હોય ઈ તો છાશ ય ફુંકી ફુંકીને જ પીવેને વ્હાલા..? મારા જેવા હો.. !!

લખતા લખતા મને સ્માઈલ આવી ગઈ બોલો...

શું વાત કરો? તમનેય આવી?? આહાહા.. ગમ્યું મને.. પણ.. પુસ્તકમાંય ઈમોજીનો ઓપ્શન હોત તો કેટલું સારું હોત નઈ?

પણ હું તો એમ જ માનીને લખી રહ્યો છું કે તમે મારી સામે બેઠા છો ને હું તમને સંભળાવું છું આ બધું.. એ પણ એકદમ લાઈવ...

03

આ ડિપ્રેશન શું છે ખબર?

પોતાના અંદર રહેલી ગભરામણ... ઓવરથિકિંગ ને ઉપરથી એકલાપણું અનુભવવું.. ડિપ્રેશન એટલે મારા શબ્દો માં કહું તો...

આ ડિપ્રેશન છે, માણસનું ભાંગી પડવું,આકાશ જેવડું ખાલીપણું ને અંદરથી સાવ ટૂટી જવું..દુનિયાથી રિસાઈને પોતાનામાં ખોવાઈ જવુંને ભરેલી આંખો લઈને જાત પાછળ સંતાઈ જવું

ડિપ્રેશન એ કોઈ રોગ નથી... કે કોઈ બીમારી નથી... એ છે માણસની અંદર રહેલું એકલાપણું...

બહું વિચારો આવે બધા હેને?? દરેક માણસને થાય... પણ...

પણ એના કારણે ખરાબ કે ખોટો નિર્ણય ક્યારેય ના લેવો જોઈએ....

મને ક્યો તો તમે?? દુધમાં વાળ આવે... તો વાળ વીણીને બાજુમાં મુકાય કે પછી દુધ ઢોળી નખાય?? વાળ જ બાજુમાં મુકાયને? હેને? તો પછી...

સમજી ગયા...?? દુધ જિંદગી છે.. ને એ વાળ તમારી સમસ્યા, તમારી મુસીબત.. જ્યાં સુધી એ મુસીબત, એ સમસ્યાને મહત્વ આપશો ત્યાં સુધી એ દુધમાંથી જાતે તો બહાર નહીં નીકળેને..? કે પછી રડવાથી, હારી જવાથી દૂર થઈ જાય મુસીબત??

એવું કંઈક હોય તો કેતા રેજો હો... ને જો ના હોય એવું તો પછી કેમ?

ઉભા થાવ, હિંમત ઝુંટાવો અને લડો દોસ્તાર.. એમનેમ કંઈ જીત થોડી મળે ને એ પણ હારી જવાથી?? એ પણ આ જિંદગીથી??? અરેએએ..

આ જે લોકો મોટીવેશન આપે છે... શું એ લોકો ક્યારેય ડિપ્રેસ જ નહીં થયા હોય??

શું ના?

એ પણ થયા જ હોયને દોસ્ત... ત્યારે જ તો એ શિખ્યા હોય...

ઘરના, સમાજના, મુદ્દાના વિચારો કોમ્પ્રેસ થયા હશે.. મોટીવેશન આપનાર પણ ક્યારેક તો ડિપ્રેસ થયા હશે..

અનુભવ જ માણસને જીવતા શીખવાડે.. સાંભળ્યું છે ને? બધો બોજ લઈને નહીં ફરવાનું... હસતાં રહેવાનું ખુશાખુશાલ.. એકદમ મારી જેમ... નહીં નહીં મારી જેમ નહીં હો... મારી કોપી ક્યારેય નહીં કરવાની વ્હાલા... બાકી...

બાકી શું? હસો હાલો હવે..

હસોને યાર... નહીં હસો એમ?

જે ના હસેને એના ઘરે પાવર જતો રહેશે.. જોજો... એ જો... હસ્યા...

તમારા મોં પર સ્માઈલ લાવવા કેવી કેવી મસ્તી કરવી પડે જો મારે... એ પણ લખતા લખતા.. પાગલ લાગુને??

શું ના પાડો? છું જ.. સ્વીકારું છું...

જયારે જયારે હિંમત હારી જાવ અને દુનિયાથી થાકીને મન મુંઝાય જાય ત્યારે એક જ વાત મનમાં બોલવાની... “તું જીત મારી જાત, તું જીત મારી જાત”
04

હસવું જરૂરી છે..!!

કેમ ખબર? હું કહું છું એટલે... દરેક વાતમાં કારણ ના હોય લે...

અરે ના ના... કારણ છે હો...

હસતાં રહેવાથી જીવનમાં દુઃખ છે એ આજુબાજુ વાળાને ખબર ના પડે... ને એ બહુ જરુરી હોય છે કે દુઃખનો દેખાડો ના થાય...

કેમ એમ?? તો સાંભળો...

જાણી જશે પીડા તો મજાક બનાવશે આ દુનિયા..હજાર હો દર્દ હૈયાંમાં, છતાંય હસવું પડે..

કારણ જો તમારી પીડા, તમારી તકલીફ દુનિયાને ખબર પડશેને તો હસી મજાક ઉડાવશે.. કે આ તો જો આની પર મોટું આભ ફાટી પડ્યું હોય એમ કરે છે..

પણ જાણુ છું.. જેને તકલીફ થઈ હોય ફક્ત એ જ વ્યક્તિ જાણતો હોય કે કેટલું દર્દ થાય... એટલે જ કહું છું હસતાં રહેવાનું..

દુનિયાને કહીને દુનિયામાં રહેવું... એના કરતાં દુનિયામાં રહીને દુનિયાને અવગણીએ...

આમ તો દરેક હસતો ચહેરો ખરેખરમાં ઉદાસ જ હોય છે.. પણ ખાલી ચહેરાની વાત નથી કરતો દિલને પણ હસતું જ રાખવાનું હંમેશા, નાના મોટા ટેન્શનને મુસીબતને એવું તો આવ્યા જ રાખે..

05
શું તમે કાલ જોઈ છે??જો ના, તો હસતા રહો...જો હા, તો હસાવતા રહો...

જો ના જોઈ હોય તો પછી... શું ટેન્શન?? આજમાં ખુશ રહો.. મજા કરો.. ને મનને શાંતિ આપો..

ને જો કાલ જોઈ હોય... તો બધાને હસાવતા રહો... કારણ જે બીજાના ચહેરા ચમકાવી શકે એ પોતાની જિંદગી જરૂર ચમકાવી શકે... જો તમે કોઈના ચહેરાની ખુશીનું કારણ હોય તો તમને ગર્વ થવો જોઈએ...

કોઈની જિંદગીનું વજુદ છે તું..કોઈના ચહેરાનું નુર છે તું...છે તારી જિંદગીથી જોડાયેલ અનેકઅનેકના હૃદયની જરુર છે તું...

જિંદગી આપણી છે માન્યું... પણ આપણી સાથે જોડાયેલી જે લોકોની જિંદગી છે... જેમાં આપણા જન્મદાતા, આપણા જીવનસાથી પણ હોય.. અમુક નિસ્વાર્થ સંબંધ જેને ફક્ત તમારી ખુશીથી ખુશી મળતી હોય..

એને તમે મોંઘા પકવાન ખાવા કે મોંઘી વસ્તુઓ ભેટમાં નહીં આપોને તોય ચાલશે... બસ એ તમારી ખુશીમાં જ ખુશી શોધી લેશે.. એના માટે જીવો, એના માટે હસો, એના માટે ખુશ રહો.. બાકી દુનિયા તો સ્વાર્થી છે.. બે ત્રણને છોડીને...

કેવું નહીં? ઘણીવાર અમુક અજાણ્યા ચહેરા જાણીતા થવા લાગે... ને પછી એટલા બધા ગમવા લાગે કે એમ થાય બસ આ વ્યક્તિ મળી જાય એટલે જિંદગી સેટ છે બોસ...

ઓલું કેય ને...

[અહીં એક ફિલ્મી ગીતની એક પંક્તિ છે — કૉપિરાઇટ હોવાથી હું ફરીથી લખી શકતો નથી. મૂળ પુસ્તકમાંથી અહીં ઉમેરી લેજો.]

અરે એમ નહીં વ્હાલા, એ આવ્યા ને જિંદગી બદલાઈ ગઈ એવું નથી... જિંદગી બદલાવાની હતી એટલે એ આવ્યા છે....

તમારા દરેક નિર્ણય પાછળ છુપાયેલ હોય છે ઈશ્વરનો અણજોગવાયેલ સાથ... પણ એ સાથ ત્યારે મળે છે જ્યારે તમે નિર્ણય સાચી અને સારી દિશામાં લીધો હોય...

ઘણીવાર અમુક લોકો એટલા માટે જ આવતા હોય છે આપણી જિંદગીમાં કે આપણે જિંદગી શું છે એ શીખીએ...

દગો માણસને જીવતા શીખવાડે છે.. એવું મારું માનવું છે... કારણકે તમે શું છો એ ત્યારે જ ખબર પડે જ્યારે તમને ખબર હોય કે તમે શું નથી.. બરાબર ને?? સુખની કિંમત ત્યારે જ થાય જ્યારે દુઃખ હોય...

વિચારો જિંદગીમાં ખાલી સુખ જ સુખ હોત... તો સુખ છે કે દુઃખ છે વ્યાખ્યા બનેત?? ખબર પડેત..? કે આને સુખ કહેવાય? ... એટલે આવું છે બધું...

ને ભુલ હંમેશા થવી જોઈએ જીવનમાં...ખરું જીવન ભુલ પરથી જ શીખવા મળે...

કહેવાયને એકવાર તો પ્રેમ કરવાનો જ...જેથી ખબર પડે કે પ્રેમ કેમ નહી કરવાનો... હા એક્ઝેક્ટલી એવું જ...

06

બીજી એકવાત મેં નોટીસ કરી... માણસને બધુ બેઠાં બેઠાં જોતું છે... મહેનત કરવી નથી આળસુ બનવું છે... બોલો કેમ થશે??

ઠોકર જો જીવનમાં તારે ખાવી નથી..તો તારા નસીબમાં સુખની ચાવી નથી...

જ્યાં સુધી ઠોકર નહીં વાગે ત્યાં સુધી અંદરનો આત્મા નહીં જાગે...ને અંદરનો આત્મા નહીં જાગે તો બધું વ્યર્થ...

મહેનત વગર કશું મળતું નથી... માટે હંમેશા પારકી આશાઓ કરતા ખુદના ખંભા પર ભરોસો રાખવાનો...પારકી આશ સદા નીરાશ....

ફક્ત નસીબ પર બેસી રહેવાથી કશું થતું નથી મહેનત તો કરવી જ પડે લક્ષ અને લક્ષ્મી એમનેમ ના મળે વ્હાલીડાવ...

07
લડવું પડે, પડવુ પડે,ક્યારેક અંદર સળગવું પડે...ને ત્યારે જઈને મળશે કિનારા,મધદરિયે લાશ થઈ તરવું પડે...કરવી પડે મહેનત અનેકવારઘણીવાર કશે રખડવું પડે...ક્યારેક ટીંગાઈ જાઓ આભલે તમેક્યારેક નીચે પણ ખરવુ પડે..જિંદગીનું નામ છે મહેનતપરસેવાથી પલળવું પડે...સફળતાનુ ખોલવાને તાળું,અહીં ના કરવાનું પણ કરવું પડે..

ઉપરની રચના જાતને હિંમત આપવા લખી હતી.. લડવુ પડે સપનાંઓ સાથે.. ક્યારેક ડુંગરા ચડવા હોય તો નીચે પડવું ય પડે...

ને બહાર અજવાળું કરવા ઘણીવાર અંદર આત્માને સળગતી રાખવી પડે...

એમ જ ના મળી જાય સફળતા જીવનમાં.. કડી મહેનત કરવી પડે, પરસેવે રેબઝેબ થવું પડે...

ઘણીવાર એવુંય થાય કે તમારામા અભિમાન આવી જાય.. તમે બે દિવસ સારા શું જોવો.. ગુમાન કરવા લાગો કે હું જ કંઈક છું... એટલે કીધું કે ક્યારેક આભલે ટીંગાય જઈએ તો ક્યારેક સાવ નીચે ખરીને પડી જઈએ...

જયારે મન મુંજાઈને બેઠું હોયને ત્યારે મારી આ રચના વાંચજો ને સમજજો જરૂર રાહત મળશે..

બાકી તો બધા પુષ્પા જ છવો, જુકેગા નહી સાલા!! પણ આપણે તો આપણી જિંદગીના પુષ્પા બનવાનું ... કઈ રીતે ??

આવે હજાર તકલીફ ભલે કરકે દિખાદેંગે,પછી જે થાય જોયું જશે ખેલકે દિખાદેંગે,એ મુસીબત!! તું તો નાની છો બહુ જ,આવી જા મેદાનમાં જીતકે દિખાદેંગે,આ જિંદગીની રમતમાં તુજકો હરા દેંગે,મને જુકાવવા આવી છોને? તુજકો જુકા દેંગે,પુષ્પા તો નથી અમે પણ હર ગમ કો મીટા દેંગે,હમ ખુદકો જીતા દેંગે, હમ તુજકો દિખાદેંગે..હમ ખુદકો જીતા દેંગે, હમ તુજકો દિખાદેંગે..

પુષ્પા-2 રિલીઝ થયાના બીજા દિવસે આ ઉપરની લાઇન્સ જાતે જ બની ગઈ , હિન્દી + ગુજરાતી વર્ઝન પ્રો મેક્સ .... મજા આવીને??

જુકેગા નહી સાલા ,,, ના ના ના ... રૂકેગા નહીં સાલા..

08

એક સલાહ...

જો બહું વધારે રડવું ના હોય..તો બહું વધારે વિચારવાનું નહીં..

રડવુ ક્યારે આવે? જ્યારે મગજ અને દિલમાં એકની એક જ કેસેટ ચાલતી હોય... કેમ આવું? કેમ હું? કઈ રીતે? શું? શા માટે? આ બધા જ સવાલો મગજમાં ચાલતા હોય.. વિચારો ચાલતા હોય... જેના લીધે દિલ છલકાઈ જાય ને આંખોમાં પાણી આવે...

થિકિંગ ઓવર ઈઝ ઓકે...બટ ઓવરથિકિંગ ઈઝ નોટ ઓકે... જેટલું વધું વિચારશો એટલી વધારે તકલીફ થશે...

થિકિંગ ઓવર એટલે વિચારોને પૂર્ણવિરામ અને ઓવરથિકિંગ એટલે વધુ પડતા વિચારો કે જે વસ્તુ થઈ નથી એની કલ્પના કરીને વિચારીને દુઃખી થવું એને કહેવાય ઓવરથિકિંગ

ખરેખર આ દિલ બહું નાજુક હોય છે... ઘણીવાર વાત બહુ જ નાની હોય પણ આ કુમળું હૃદય વધુ પડતાં વિચારોમાં ડૂબી જાય.. ને પછી આંખને શું? આખી રાત ભીનું ભીનું રહેવાનું..

ક્યારેય વિચાર્યું આ બધા વિચારો અરધી રાત્રે જ કેમ આવે? કારણ ત્યારે તમે તમારી જાત સાથે એકલા હોવ છો.. શાંત વાતાવરણમાં મન સાથે વાતો કરતા હોવ છો ને આખા દિવસનું પુનરાવર્તન પણ ત્યારે જ થતું હોય..

ઘણીવાર કોઈ કંઈક બોલી દે તો મન ત્યાં જ છોટી જાય.. વિચાર્યા રાખે ને એટલું વિચારે કે આંખોય છલકાય જાય...

બહું વધુ વિચારતો માણસ..બહું વધુ ઘસાતો હોય છે..

હેને? જે બધાનું વિચારે એ જ ઘસાતો હોય બાકી બીન્દાસ ફરવા વાળાને ક્યારેય ઉદાસ જોયા??

બધાનું વિચારીને ચાલનારો માણસ હંમેશા દર્દને સાથે લઇને ફરતો હોય.. પોતે અંદરને અંદર મરતો હોય.. અને મુસીબતોના પહાડો સાથે જીવતો હોય.. પણ પોતાની જાત માટે વિચારવાનું ભૂલી જતો હોય તેથી એ વધારે દુઃખી થતો હોય.. માટે પહેલા પોતાની જાતને રાખો પછી બીજા બધાને..

09

એક બે લાઈન લખી હતી કે...

નાકથી પાણી નીકળતા પહેલા,આંખથી પાણી નીકળે છે..દરેક શરદી વાતાવરણ પર નિર્ભરનથી હોતી ’દર્શિત..

દરેકે આ ઘટના અનુભવેલી જ હશે.. બહુ વધારે રડીએ એટલે શરદી થાય.. ધ્રુસકે ધ્રુસકે રડ્યાં હોય ને પછી નાકથી પાણી નીકળે.. શ્વાસ રુંધાય જાય એટલે આવું થાય...

ને એટલેય શરદી મને સારી નથી થતી.. આંખોએ વરસવાનો લીધો છે નિર્ણય.. શરીરના બધા જ સ્પેરપાર્ટ એકબીજા સાથે જોડાયેલા હોય.. તેથી જ દિલને તકલીફ થાય તો આંખ, નાક, ફેફસાં બધાને તકલીફ થાય... એમાંય મગજ તો સાવ ફાટી જાય..

એટલે જ... બહું વધુ લોડ નહીં લેવાનું...!! હાલ્યા કરે..

10

જીવન વિશે એક રચના લખી ’તી,

આ જીવન છે રમત અહીં રોજ રમવું પડે..ગમવું હો બીજાને, તો પ્રથમ ખુદને ગમવું પડેને મ્હેકી શકો આપમેળે અસંભવ છે એ..જાતને ઓળખવા માટે ભીત્તરે અંજવાળું કરવું પડે..તને મળ્યું છે તૈયાર ભાણું, રસોઈનું મૂલ્ય સમજાશે નહીં,પુછો ઘરના જવાબદાર વ્યક્તિને,પાંચ પેટ ભરવા મહીને કેટલું રળવું પડે?ઉછીની નથી મળતી સફળતા જીવનમા,પુછો સ્ટેજ પરના વક્તાને, તાળીઓ સાંભળતા પહેલાકેટલું કડવું સાંભળવું પડે?લોકોએ ફક્ત પ્રકાશ જોયો અંધકારમા,પુછો જગતાં દીવાને તેજનું રહસ્ય ,એક પળ ચમકવા માટે કેટલું બળવું પડે?કઠણ હો ભલે ગમે તેટલું ને હોય સાથ ભલે ડાળીઓનો,પાકી જાય જો એકવાર, તો ફળને નીચે ખરવું પડે..આ જીવન છે રમત અહીં રોજ રમવું પડે..ગમવું હો બીજાને, તો પ્રથમ ખુદને ગમવું પડે

આ જીવન એક રમત જેવું છે મુસીબતો આવે, દુઃખ આવે પણ હંમેશા લડતું રહેવું જોઈએ, રમતું રહેવુ જોઈએ

ને બાપ દાદાનું તૈયાર મળ્યું હોય એને મહેનતની કિંમત સમજવી જોઈએ કે કેટલી તકલીફો ભોગવવી પડી હશે ત્યારે જઈને આ સામ્રાજ્ય બન્યું હશે..

દરેક સફળ માણસે એની જાત ઘસી હશે એમ જ સફળતા ક્યારેય મળતી નથી ને એ જ જીવન છે રમતા રહો.. ખુશ રહો.. ને મન પર ના લો

ભગવાન કોઈ જોડે ખોટું નથ કરતો, જ્યાં લગી તમે કોઈનું ખોટું ના કરો

એટલે જો તમે સાચા... તો ગભરાવ શું કામ? હિંમત શું કામ હારી જાવ?

રમો અને જીતો...

ના...

રમો અને જીવો..

11

સ્ત્રી અને પુરુષ વચ્ચે તુલના ના હોવી જોઈએ..

કારણ બંને એક બીજાની જગ્યાએ યોગ્ય છે, ભગવાને બંનેને બનવ્યા ત્યારે ય કોઈ તુલના નહી કરી હોય એટલી આજકાલ લોકો કરે છે.. નહીં??

એક સ્ત્રી વિશે કહું તો.. કહું એટલું ઓછું પડે બધા એ બહુ લખ્યું હશે સ્ત્રીઓ વિશે પણ એમાંથી કૈક અલગ અનુભવીને મેં સ્ત્રી વિશે એક બે લાઈન લખી ’તી..

મહિનાના પાંચ દિવસ સજાના મળે છે..છતાં એક સ્ત્રી ક્યારેય રજા નથી પાડતી..વિચારતી ફરે સતત પરિવાર વિશે જ,પરિવાર માટે ક્યારેય ના નથી પાડતી..

એક સારી સ્ત્રી પોતાના ઘર પોતાના પરિવાર માટે બધું જ કુરબાન કરે છે, પોતાની ઈચ્છાઓ, પોતાના સપનાઓ, બધું જ...

હું તો બધા પુરુષોને એક વિનંતી કરું કે,

ક્યારેક તમારી દીકરીને કે ક્યારેક તમારી પત્નીને કે ક્યારેક તમારા ઘરની વહુને પૂછજો કે એના સપના શું છે? એની ઈચ્છાઓ શું છે? એને કઈ વસ્તુ વધારે ગમે છે, એને કઈ વસ્તુથી નફરત છે?

સ્ત્રી ક્યારેય પોતાની તકલીફો નહીં બતાવે, ફક્ત એને જ કહેશે જેના પર એને જીવથી વધારે ભરોસો હોય, એના બાપને કે એના પતિને.. બસ એને સમજજો..

એની કોઈ બવ મોટી ઈચ્છાઓ નહી હોય ફક્ત તમારો સાથ ય જો એને મળશેને તો એ આખી જિંદગી ખુશી ખુશી જીવી લેશે..

12
સ્ત્રી કયા કપડાંમાં સુંદર દેખાય એ જરૂરી નથી..એને કયા કપડાં પહેરવા ગમે છે એ જરૂરી છે..

એ સાડી પહેરે કે જીન્સ બસ એ ખુશ હોવી જોઈએ.. ને સ્ત્રી ફક્ત સાડીમાં જ સારી લાગે એવું નથી હોતું સ્ત્રી ખુશ હોય તો ગમે તે વસ્ત્રોમાં સારી જ લાગે.. (ફક્ત દેખાવમાં સારી લાગવાની વાત નથી) એને જોવા હૃદયમાં ખરી લાગણી અને સન્માન હોવું જોઈએ..

13
જો દીકરીના સપનાને પાંખ મળેતો અહીં ઘણાય લોકોની આંખ બળે,ને સપના સળગાવી એ આખી જિંદગી વિતાવે,છેવટે ખોલો તો ફક્ત રાખ મળે..

વર્ષોથી આવું જ થતું આવ્યુ છે ને, દીકરીના સપનાઓ અવગણવામાં જ આવ્યા છે, દીકરી એટલે ઘરની લક્ષ્મી બસ.. પણ એ લક્ષ્મીના પણ કોઈ લક્ષ્ય હોયને, એને તો જાણો... એને તો સમજો..

સમાજ સમજવા નહી આવે.. સમાજ ફક્ત સમજાવવા જ આવશે

ના સમજાય તો બે વાર વાંચજો ઉપરની લાઈન..

સમાજ તો તમે સારું કરો તો ય પાંચ ’દિ બોલશે ને ખરાબ કરો તો ય પાંચ ’દિ જ બોલશે એટલે એનું ધ્યાનમાં ના લો..

દીકરીનું સગપણ નક્કી કરતા પહેલા એને પૂછો એક વાર કે બેટા તારી શું ઈચ્છા છે? તારા દિલમાં કોઈ છે? આઝાદી આપો જ છો તો બધી જ આપોને.. ફક્ત એક સમાજના લીધે એના સપનાઓનું ગળું ના દબાવાયને..

14

એક લાચાર દીકરીના શબ્દો લખ્યા હતા કે,

તું ખુશ તો છો ને? પૂછ્યું મને પણ,સગપણ નક્કી થઈ ગયા પછી..

સબંધ જોડીને બધું નક્કી કરીને છેવટે પૂછવામાં આવ્યું દીકરીને કે બેટા તું ખુશ તો છો ને? ઓશિયાળા મોઢે આંસુડાં સંતાડી દીકરીની જીભ ખાલી એટલું બોલી કે હા બાપુ તમે ખુશ તો હું ખુશ..

પણ એના અંતરમાં થઈ રહેલું એનું રુદન ફક્ત એનું મન જાણતું હોય..

દીકરીને પરાણે ક્યારેય ના વળાવી જોઈએ, તમે તમારી જગ્યાએ હજાર વખત સાચા છો માન્યું.. પણ એ ખુશીનું શું કરશો? જેમાં સંતાન ખુશ ના હોય?

હું કોઈ બાપે લીધેલા નિર્ણયની વિરુદ્ધ નથી બસ ખાલી એટલું કહું છું કે દુનિયાના ડરથી, સમાજના ડરથી સંતાનોની ખુશીનું ગળું ના દબાવાય.. સમજો એને એનું કુમળું હૃદય તૂટવા ના દો..

15

ને આજકાલના દીકરા દીકરી માટે પણ હું કહું કે,

તમે કોઈને પસંદ કરો છો એ પહેલા તમારા માતા પિતા જે તમારા જન્મદાતા છે એને જરૂર કહેજો કે આ વ્યક્તિ મને ગમે છે..(એ પણ ડર્યા વગર).. બધું થઈ જાય પછી જાણ કરશો તો એનું પણ હૃદય જ છે.. તૂટી જશે..

તમે એક જોડી કપડાં પણ મા-બાપની પસંદ વગર ના ખરીદતા હોવતો જીવનસાથીની પસંદગી કઈ રીતે?? થોડું વિચારજો..

ને ડર બિલકુલ કાઢી નાખવાનો.. તમે એને સમજાવો મનાવો એને કહો કે આ વ્યક્તિ સાથે હું કઈ રીતે ખુશ રહી શકું.. એ તમારા મા-બાપ છે ને તમે એના સંતાન તો સંતાન માટે તો મા-બાપનું દિલ જીતવું આસાન જ હોય છે.. બસ થોડો ઊંડો વિચાર કરીને કોઈ પણ નિર્ણય સુધી પહોંચવું જોઈએ..

ને બને ત્યાં સુધી આ બધાથી દૂર જ રહેવું જોઈએ.. ને પ્રેમ કરો છો તો પછી ડર છોડી દો.. ને સામનો કરો.. મનાવો..

પણ...

એ પહેલા એ જરૂર જાણો કે પ્રેમ સાચો છે કે નહી.. કારણ મેં બહુ એવા પ્રેમ જોયા છે જે લગ્ન બાદ અલગ થઈ જાય.. જો તમે સો ટકા સહેમત નથી, સમજણશક્તિ ઓછી છે તો પહેલા મા-બાપને મહત્વ આપો..

પ્રેમ એટલે પામી લેવું નથી હોતું.. સુખ દુઃખમાં સાથ.. એક બીજાના પરિવારને માન સન્માન, એકબીજા પર અતૂટ વિશ્વાસ, ને એક બીજાને આખી જિંદગી ખુશ રાખવાની જવાબદારી.. ને બીજું ય ઘણું બધું.. એટલે પ્રેમ!!

બાકી અત્યારે ઘણા પ્રેમ ફક્ત શરીર પૂરતા સીમિત હોય છે.. એને હવસ કહી શકાય પ્રેમ નહી..

લાગણી હોય ત્યાં પ્રેમ હોય..માંગણી હોય ત્યાં પ્રેમ ના હોય..

તમને પ્રથમ પ્રેમ તમારા મા-બાપે કર્યો છે.. અને કહેવાયને પહેલો પ્રેમ ક્યારેય ના ભૂલવો જોઈએ.. તમારા બધા જ નિર્ણયો પાછળ મા-બાપનું હિત હોવું જોઈએ.. એક વિચાર એનો હંમેશા સાથે હોવો જોઈએ પછી જોવો જિંદગીમાં ક્યારેય રાહ નહી ભટકો..

દરેક વખતે પેરેન્ટ્સ સાચા નથી હોતા માનું છું.. પણ ખોટા પણ નથી જ હોતા એ વાત ક્યારેય ના ભૂલવી..

તમે જેને પ્રેમ કરો એ વ્યક્તિ વિશ્વાસ તોડી શકે પણ તમારા મા-બાપ જે જીવતા ભગવાન છે એ ક્યારેય તમારો વિશ્વાસ નહી તોડે..

ભગવાન જે કરે એ સારા માટે કરે છે.. (અહીં ભગવાન એટલે મા-બાપ)

16

પ્રેમ, કાસ્ટ અને દોસ્તી...!!

પ્રેમ પહેલાનો સમય ગાળો હોય છે દોસ્તી..

એક છોકરા અને એક છોકરીની દોસ્તી સમાજની દ્રષ્ટિએ લફરું ગણવામાં આવે છે.. કારણ વિચારસરણી જુના જમાનાની છે હજુ પણ.. પ્રેમ નિસ્વાર્થ હોય છે.. પ્રેમ એટલે પામવું હોતું જ નથી..

ને પ્રેમ થાય તો કઈ રીતે નિર્ણય લેશો?

તમે બજારમાં જાવ કોઈ વસ્તુ ગમે ને પછી તમે શું જોશો ?

એનો ભાવ... રાઈટ??

તો કોઈ વ્યક્તિ પસંદ આવે તો પહેલા એનો ભાવ જોવો, સ્વભાવ જોવો...

ને પછી બીજું શું જોવો? એ વસ્તુ ખરીદી શકો એટલા રૂપિયા છે ખિસ્સામાં ? એવી રીતે જોવો એ વ્યક્તિને સાચવી શકો એટલી તાકત છે તમારી પાસે?

તમને પોતાની જાત પર વિશ્વાસ છે કે તમે એને સાચવી શકશો ?

હજુ આટલામાં પતી નથી જતું હો વાલા..

ત્યારબાદ તમે વિચારો એ વસ્તુને ઘરમાં ક્યાં મુકશો? ને એનું જતન કઈ રીતે કરશો ? બસ આ જ રીતે પહેલા વિચારો એ વ્યક્તિ જીવનમાં આવશે પછી ઘણું બધું બદલવું ય પડશે એની પુરી તૈયારી રાખવી..

અને પછી એની ઉંમર.. કે એ ક્યાં સુધી તમારી સાથે રહી શકે એમ છે? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જો એ વ્યક્તિ સાથ આપી શકવાનું હોય.. તો અને તો જ આગળ કોઈ પણ નિર્ણય લેવો જોઈએ..

અને રહી વાત કાસ્ટની.. તો માન્યું કે પ્રેમ જાતપાત જોઈને નથી થતો પણ પ્રેમ થવાનો વિચારને અને લાગણીઓને તમે રોકી તો શકો જ..

કાસ્ટ... લાસ્ટમાં હેરાન કરે... એના કરતા લાગણીઓનો ’બ્લાસ્ટ’ હૃદયની બહાર ના જવા દેવાય..

તમારી લાગણીઓને હૃદયની અંદર રાખો કારણ ભવિષ્યમાં જો ખબર જ છે કે આ વ્યક્તિ સાથે આવી આવી મુસીબતો આવવાની છે તો છેક સુધી જો લડી શકો એમ હોવ તો જ ઇજહાર કરો..

કારણ એક વાર જો તમે પ્રેમનો ઇજહાર કરી દેશો અને ભવિષ્યમાં એ વ્યક્તિથી અલગ થવાનું આવશે ત્યારે એ તકલીફ સહી નહી શકો..

પ્રેમ તો નહી મળે પણ દોસ્તી પણ પુરી થઈ જશે.. તેથી પ્રેમ છે તો એને દોસ્તી સુધી જ સીમિત રાખવો જોઈએ..

તું ગમે છે વાત અલગ છે..લાગણીની સોગાત અલગ છે..રહેવા દે દોસ્તી સલામત આપડી..આપડી જાત અલગ છે..

દોસ્તીને પ્રેમમાં બદલવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.. ભવિષ્યમાં છુટા પડવું એના કરતા વર્તમાનમાં જ લાગણીઓ રોકી લો હૃદયની અંદર જ..

મનથી ચાહો એ વ્યક્તિને પણ એને પામવાના સપનાઓ ના જોવો..

કારણ કે જો એ જોયેલા સપનાઓ તુટશે તો જાતને સંભાળવી બહુ જ મુશ્કેલ છે..

17

ટોપ સિક્રેટ!!

તમારે બે માણસને જો સારું ભળે છે, સારી રીતે એકબીજાને સમજો છો, અને એકબીજાને કોઈ પણ પરિસ્થિતિમાં ખોવા નથી માંગતા તો તમારું રિલેશનશિપ ગુપ્ત રાખો.. સમાજને દેખાડો ના કરો કે હું આ વ્યક્તિને એટલું ચાહું છું ને એ વ્યક્તિ મને આ રીતે સમજે ને બધું...

સંબંધમાં બખેડો અટકાવવા,સંબંધનો દેખાડો અટકાવો!!

કારણ આ દુનિયા ઈર્ષાળુ છે, મતલબી છે, બીજાની ખુશીઓ પચાવી નહી શકે, નજર લગાડશે, ઝગડાઓ કરાવશે તો એના કરતા તમારું રિલેશનશિપ અંગત રાખો અને ખુશ રહો..

18

ઝઘડાઓ!! (×) મીઠી નોક જોક!! (?)

તમે પતિ પત્ની હોવ કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ.. પ્રેમ હોય ત્યાં નાની મોટી નોક જોક તો રહેવાની જ એને ઝઘડાઓ ના કહેવાય એને પ્રેમ કહેવાય..

ક્યારેક એ રિસાય તો તમે મનાવી લો.. અને ક્યારેક એ મનાવે તો જીદ્દ છોડીને તમે માની જાવ.. ખરો સંબંધ એ જ છે જે અસંખ્ય ઝઘડાઓ પછી પણ એક બીજાને એટલું જ મહત્વ આપે, એટલા જ સમજે જેટલા પહેલી વખત મળ્યા ત્યારે સમજતા હતા.. ક્યારેક ઝઘડો વધી જાય તો તમારા પ્રિયને આ મોકલી દો..

ચાલ એકમેકના આંસુડા સારી લઈએ..બંને ફરીથી એક થઈ જઈએ..આ વખત હું તું ને તું હું બનીશ પછીબધી જ સીમાઓ ઓળંગી લઈએ..કરેલા બધા વચનો પર નાખી નજરફરીથી બંને અડધાં અડધાં નીભાવી લઈએ..સમયને ચાલવાની ઉતાવળ છે જોતો સમયને સમય પર છોડી દઈએ..ચાલ એકમેકના આંસુડા સારી લઈએ..

તમે જેને પ્રેમ કરતા હોય અને એની સાથે બોલતા ના હોય તો આ રચના અત્યારે જ એને મોકલી દો.. જરૂર માની જશે..

19

પ્રેમ vs ઈગો

જો સંબંધ હારવો ન હોય,તો સંબંધમાં હારી જવું..

પ્રેમમાં ક્યારેય ઈગો ન રાખવો જોઈએ કે હું પહેલાં મનાવું કે એ મનાવે.. તમે પહેલાં મેસેજ કરશો તો કંઈ લૂંટાઈ નથી જવાનું.. અને જીતીને ક્યાં જવું છે?

તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ સાચી હોય તો હજાર વાર ઝૂકવું પડે તો પણ ઝૂકી જવાય.. કારણ કે બહુ નસીબવાળાને સમજદાર લોકો મળતા હોય છે, એની કદર કરો.. અહમ બાજુમાં મૂકી, એ વ્યક્તિને સાચવી લો..

20
વાત બહુ જ નાની હતી,તમારા કાને પહોંચ્યા પહેલા..

ચોખ્ખો અર્થ એ કે, જે વાતના લીધે મોટી લપ થઈ હોય ગેરસમજણ થઈ હોય એ ખરેખર બહુ નાની વાત હોય પણ એ વ્યક્તિ સુધી પહોંચતા એમાં મરી મસાલા ઉમેરાય ગયા હોય એટલે પોતે સાંભળેલી અને પોતે જોયેલી વાત પર જ ભરોસો કરવો. દુનિયા તો કાન ભરવાનું જ કામ કરે છે..

ખામી હોય મારામાં તો કહેજો કાનોકાન મને,બીજા વાતમાં મરચું બહું ભભરાવે છે..

માટે,

અંગત વાર્તાલાપ પ્રત્યક્ષ રાખો, પરોક્ષ થશે તો ડખા જ થવાના...

21
ને પછી નજીકથી કોઈ નથી નીકળતું,નાક કપાઈ તો લોહી નથી નીકળતું!!

આ રચનામાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે... કે જો એકવાર ઈજ્જત જતી રે, નાક કપાય જાય તો પછી સમાજમાં, દુનિયામાં મોઢું સંતાડવું પડે... તેથી નાક કપાય તો લોહી નથી નીકળતું પણ ઘાવ આખી જિંદગી દર્દ આપે છે....

તમે બે કામ ઓછા કરો એ ચાલે પણ ઈજ્જત જાય એવું કોઈ પણ કાર્ય ના કરવું જોઈએ.. નામ પાછું કમાઈ શકો, રુપિયા પાછા કમાઈ શકો.. પણ ઈજ્જત એકવાર જતી રે પછી પાછી કમાવવી બહું જ કઠીન છે...

22
ફક્ત કહેવું છે સહેલું..બહું કઠિન છે રહેવું..

ઘણીવખત લોકો આખી વાત જાણ્યા કે સમજ્યા વગર જ કહી દેતા હોય.. સલાહો આપતા હોય કે.. આવું નહીં કરવાનું.. તેવું નહીં કરવાનું.. આવું કર્યું હોત તો આમ ના થાત... વગેરે વગેરે..

પણ ખરેખર કહેવું બહુ સહેલું છે.. તકલીફ શું છે એ ફક્ત એ જ વ્યક્તિ જાણતો હોય જેને એ તફલીફનો સામનો કર્યો હોય, સહી હોય..

કાગળને ખબર શું પડવાની એના પર શબ્દ નહીં દર્દ લખાય છે..

આના જ સંદર્ભમાં મારી એક લાઈન યાદ આવી મને..

કેટલી ઉપાધી પછી સાંજ ઢળે છે..છતાં જિંદગી હવા સમી ડગે છે..ને લોકોએ જોયું ફક્ત સ્મિત સળગતું,સળગતાં સ્મિત નીચે એક હૈયું બળે છે..

દિવસે કેટલીય થોકરો ખાઈને કેટલાયના મેણા સાંભળીને માણસ ઘરે પરત આવતો હોય એ ખાલી એનું મન જાણતું હોય.. હસતો ચહેરો જોઈને અંદાજો લગાવી ના શકાય વ્યક્તિના દુઃખનો..

23
મે ગાલ ફૂંક મારીને ફુલાવી રાખ્યા છે,તમે જોઈ રહ્યા છો એ સાચું સ્મિત નથી..

ઘણીવાર તફલીફોનો મહાસાગર વધતો જાય.. દુઃખ અસહ્ય થઈ જાય અને એને આંખ પર આવતા રોકવું બહું જ મુશ્કેલ હોય છે.. ને ત્યારે આ ઘટના થતી હોય..

એક ખુણામાં રડતાં હોઈએ અને કોઈ અચાનક આવી જાય તો કેવું તરત આંસુ સાફ કરીને ગાલ ફુલાવીને હલકી સ્માઈલ કરીએ... જેથી એને ખબર ના પડે કે રડતા હતા.. બહારનું રુદન છુપાવવા પછી એ આંસુ અંદર ને અંદર જ રોકી લેવાય.. ખાસ કરીને મા-બાપ સામે આ દ્રશ્ય થતું હોય.. કે આપણી શું તકલીફ છે તે એ લોકો જાણી ના જાય ફક્ત એ વિચારીને આપણે દુઃખ છુપાવી લેતા હોઈએ કે એ આપણને દુઃખમાં જોશે તો એ પણ દુઃખી થશે...

પણ વ્હાલીડાવ તકલીફ બીજા કોઈને કહીએ કે ના કહીએ મા-બાપ સાથે જરૂર શેર કરવી જોઈએ.. એવું કોઈ વસ્તુ કે દુઃખ નથી કે સમસ્યા નથી જેનું સમાધાન મા-બાપ પાસે ના હોય... એની પાસે તમને જરૂર રસ્તો મળશે એ દુઃખમાંથી બહાર આવવાનો..

અને દુઃખ ફક્ત મા-બાપ જ સમજી શકશે.. બાકી બધા પોતપોતાના મતલબથી સાથે હશે..

અને જો લગ્ન થઈ ગયાં હોય તો પોતાના પાર્ટનર સાથે દુઃખ શેર કરો એ જરૂર સમજશે.. અંદર રડવું એના કરતાં એને સમયે ભેટીને રડી લેવું.. હૈયું હળવું થઈ જાય..

તમારું કોઈ પોતાનું તકલીફમાં હોય અને જો એ પોતાની તકલીફ તમને જણાવી રહ્યો હોય તો એને સમજો નહી તો કઈ નહી પણ એને સાંભળો.. કારણ ઘણીવાર માણસની તકલીફ કોઈ સાંભળવાવાળું ના મળવાના કારણે એ વ્યક્તિ એકલો પડી જતો હોય છે..

સમજદાર અને સમજનારમાં બહુ મોટો ફર્ક હોય છે ’દર્શિત

સમજદાર હોય એ સમજે જ એવું જરૂરી નથી.. પણ સમજનાર હોય એ સાંભળે પણ અને સમજે પણ.. સમજદાર ના હોય તો ચાલે પણ કોઈ સમજનાર તો જીવનમાં હોવું જ જોઈએ.. અને કોઈ ના હોય તો પોતાની જાત તો છે જ.. જે જીવનના દરેક સ્તરે આપણને સમજે..

24
સીધા લોકો બહુ ગમવા લાગ્યા છે..આડા લોકોના લાભ લઇ ગયા પછી..

થાય આવું..!! ઘણીવાર ખરાબ લોકો ફાયદો ઉઠાવી જાય પછી જ સારા લોકોની કદર થતી હોય.. ખરાબ અનુભવ થયા પછી જ આંખ ખુલતી હોય છે..

એટલે લખ્યું હતું કે,

આંખ ખુલવી જરૂરી છે..આંખ બંધ થયા પહેલા..

આંખ ખુલવી (આંખ આડેથી પડદા હટવા અને સત્ય સામે આવવું) આંખ બંધ થયા પહેલા (મૃત્યુ થયા પહેલા)

મર્યા પછી કદર થાય એ શું કામની? જીવતા હોઈએ ને કદર થાય તો માનવામાં આવે.. બાકી મરણ પછી શું થાય ધરા પર એ ક્યાં કોઈ જોઈ શકવાનું છે...

25

તમે જેને પ્રેમ કરો છો એને બીજું કશું આપો કે ના આપો એક ભેટ જરૂર આપજો...

“આઝાદી”

પ્રેમ હોય ત્યાં આઝાદી જ હોવી જોઈએ ગુલામી ન હોવી જોઈએ..

આઝાદી આપતાની સાથે વિશ્વાસ પણ રાખો.. કારણ વ્યક્તિ જો સાચું હશે તો તમારો વિશ્વાસ ક્યારેય નથી તોડવાનું.. ભરોસાની વાત છે.. ભરોસાથી સંબંધ વધુ મજબૂત બને..

અને કોઈ એક વ્યક્તિ તમારો ભરોસો તોડી ગયું એનો મતલબ “બધા વ્યક્તિ એક જેવા તો” નથી જ.. અને જમાનો જ એવો છે ખબર ના પડે કોના પર ભરોસો કરવો ને કોના પર નહી.. પણ ભરોસો કરો છો તો પછી પૂરો કરજો.. બધી જ આઝાદીની સાથે..

અને હા..,

કોઈ તમારા પર ભરોસો કરતું હોય તમને બધી જ આઝાદી આપતું હોય તો એનો જરા પણ ગેરફાયદો ના ઉઠાવવો જોઈએ..

કારણ તમે ફક્ત એ વ્યક્તિનો વિશ્વાસ જ નહી.. એ વ્યક્તિને જ તોડી રહ્યા છો.. આવી ભૂલ ક્યારેય ના કરવી.. અને જો અજાણતા થઈ ગઈ હોય તો એની માફીની આશા પણ ના રાખતા..

કદાચ એ વ્યક્તિ તમને માફ કરી દેશે.. પણ તમારો આત્મા તમને ક્યારેય માફ નહીં કરે..

26

એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે??

એનો જવાબ હા પણ હોય શકે અને ના પણ હોય શકે..

પણ મારા વિચાર મુજબ એક સ્ત્રીને ખુદ ભગવાન પણ સમજી નથી શક્યા.. સ્ત્રીની વ્યથાઓ સમજવી બહુ અઘરી છે.. સ્ત્રીનો સ્વભાવ બહુ લાગણીશીલ હોય છે.. એનું હૃદય જેટલું કોમળ હોય એટલું જ કઠણ પણ હોય..

તમે જોયું છે? કોઈ દીકરીની વિદાય થતી હોય લગ્નમાં ત્યારે બીજી સ્ત્રીઓ પણ રડતી હોય.. કેમ ખબર? કારણ કે જે દીકરીના લગ્ન ના થયા હોય એની આંખ સામે આ દ્રશ્ય સર્જાઈ કે કાલે મારે પણ આ રીતે એક ઘર છોડીને બીજા ઘરે જવાનું છે.. નાનપણથી જ્યાં રમીને મોટી થઈ હોઈ એ આંગણું છોડવાનું છે..તેથી એની આંખો છલકાય જતી હોય છે..

અને જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય એ સ્ત્રીઓને આ પ્રસંગ યાદ આવી જાય અને એ અનુભવી શકે એ દુઃખ કેટલું અસહ્ય હોય છે કારણ એણે પણ એ પરીસ્થિતમાં કઠણ કાળજું રાખીને વિદાય લીધી હતી..

એક સ્ત્રી બીજી સ્ત્રીને સારી રીતે સમજી શકે.. પણ જો માનસિકતા અલગ હોય કે સ્વાર્થ આડે આવે તો એક સ્ત્રી પણ બીજી સ્ત્રીને ના સમજી શકે..

સ્ત્રી સમજાય જાય તમને તો..નસીબદાર છો તમે.. સમજદાર નહીં..
27

કન્યા વિદાય

કોઈના જીવનની આખી પુંજી જતી રહી...કોઈના દિલની ધડકન જતી રહી...હજારો યાદો મુકી ઘરના ખૂણાઓમાં..એક માની લાડલી દીકરી જતી રહી..કરુણ હતો પ્રસંગ એ કન્યા વિદાયનો..એક ગાડી આવી શણગાર સજીને...ને બાપના હૈયાનો હાર લઈ ગઈ..ઉભા હતાં ચારેય કોર સગાંઓ....ને ચોધાર આંસુઓ વરસતાં હતાં...બાપના હાથો એ લાડકીને છેલ્લાઆશીર્વાદ આપવા તરસતાં હતાં...એક ખુણામાં શાંત ઉભેલો એનોભાઈ હિચકીઓ લેતો હતો..હવે ક્યારે કરીશ હેરાન બહેન તને..એવું નિર્દોષ આંસુએ કહેતો હતો..કે થોડા દિવસના અંતરમાંહૃદયનું પાકું જોડાણ તોડી ગઈ...એક ગાડી આવી શણગાર સજીને...ને બાપના હૈયાનો હાર લઈ ગઈ..

કન્યા વિદાયનો પ્રસંગ એક બાપ, એક દીકરી, એક ભાઈ, એક મા બધા જ માટે કરુણતા ભર્યો હોય છે.. બાપના કાળજાનો કટકો ભાઈની રક્ષા કરતી ઢાલ અને માનો સહારો બનતી સહેલી જેવી એક દીકરી જયારે ઘર છોડીને પારકી થાય છે એ દુઃખ બહુ જ અસહ્ય હોય છે..

બે વર્ષ નોકરી કરેલી જગ્યા છોડતાપણ આપણુ હૃદય તુટીને આંખેપાણી આવી જતા હોય...તો ૨૦, ૨૨ વર્ષે પોતાના ખુદનુ ઘરછોડતી વખતે એ દીકરીનું રુદનકેટલું અસહ્ય હશે??વિદેશ જતા દિકરાને પણ ઘર છોડતીવખતે આંખે આંસુડાં વહેતા હોય..તો એ દીકરી જેને બાકી રહેલી બધીજિંદગી પારકા ઘરે વિતાવવાની છેએનું દર્દ કેટલું અવિસ્મરણીય હશે??

હું એટલું ખાતરી પૂર્વક કહી શકું કે આ વાંચી રહેલી બધી દીકરીઓ અને સ્ત્રીઓની આંખ ભરાય ગઈ હશે.. હેને?

પણ બેન ચિંતા ના કર!!

તું બહું જ હિંમતવાન છે..

આ તારો ભાઈ તને રડાવા માટે નથી લખી રહ્યો પણ તને જાજી બધી હિંમત આપવા લખી રહ્યો છે..

ચાલ ઉભી થા અને આંસુ લૂછી નાખ..

અને ઓય મારા કલેજાઓ, મારા ભાઈઓ!! તમે ક્યાં જાવ છો?? તમારી હાલત પણ બહુ જ કઠિન છે, સમજુ છું..

ઘર માટે ઘરથી દૂર જવું કોઈ પુરુષ પાસેથી શીખે..અને ઘર માટે ઘરથી દૂર થવું એ કોઈ સ્ત્રી પાસેથી શીખે..

ઘરથી દૂર નીકળી જતા પુરુષો દિલમાં અનેક સપનાઓ લઈને નીકળ્યા હોય છે.. આખો દિવસ દુનિયાના મેણાં ટોણા સાંભળશે અને સાંજે હસતા મોઢે પાછા આવશે.. કેમ? તો કે પરિવાર ખુશ રહે.. એને ઉદાસ જોઈને ઘરે કોઈ ઉદાસ ના થાય..

અને વિદેશ ભણતા કે નોકરી કરતા દીકરાઓની પણ આ જ હાલત છે.. અને એ પુરુષ જયારે ઘરે આવે ત્યારે માહોલ કૈક અલગ હોય..

ઘરે બધા ઝઘડાઓ ચાલતા હોય અને એમાં એ દિકરો બહારગામ કે વિદેશથી ઘરે પરત ફરતો હોય ત્યારે એની વેદના કેવી હોય?

ઉતારો આરતી ફરીને દિકરો આવ્યો છે..હજારો સહીને મેણાં જમાનાના,થાકીને એક દિકરો આવ્યો છે..હશે તકલીફ ઉચ્ચનીચની જતી કરોને હસી લો બે ઘડી, કેટલાય અબોલા તોડીને,હાંફીને એક દિકરો આવ્યો છે..ને આપો મીઠાશ કોઈ ખીર કે ખારેકની,મળ્યો હતો પ્રસાદ અઠવાડિયા અગાઉએ ચાખીને એક દિકરો આવ્યો છે..તમારો કકળાટ ભુલી જાઓ ને છાંટોએના પર પાણી પહેલા, જવાબદારીની જ્વાળાઓમાંદાઝીને એક દિકરો આવ્યો છે..હશે હોંશ મળવાનો અનેરો ને પરિવારને હસતો જોવાનો, તેથી તકલીફોનું પડીકું વાળીખિસ્સામાં નાખીને એક દિકરો આવ્યો છે..ખાલીપો તો હશે કદાચ ને મન મુંઝાયેલપણ હશે કદાચ અંધારામાં ચીસો પાડીમોં હસતું રાખીને એક દિકરો આવ્યો છે..

એ કેટલી તકલીફો સહીને આવ્યો હોય ખાલી એનું મન જાણતું હોય આ ખાલી વિદેશ કે બહારગામથી આવેલો દિકરો નહી નોકરી એથી પરત ફરેલા માણસએ પણ અનુભવ્યું હશે..

આખો દિવસ દુનિયાભરનો કકળાટ સાંભળીને ઘરે પરત ફરતો માણસ શાંતિથી પાણી પીવા પણ ના પામતો હોય તો એ થાકી જાય બિચારો..

28
એ થાકીને આવે છે તમારી પાસે,તમે થાકી ગયા છો જેનાથી હવે..

એક અપેક્ષા લઇ એ વ્યક્તિ તમારી પાસે આવતું હોય કે તમારી સાથે વાત કરશે તમને મળશે તો એનું હૈયું હળવું થશે..

અને આ બાજુ તમારો મતલબ પૂરો થઈ ગયો હોય તેથી એ વ્યક્તિ પરથી રસ ઉડી ગયો હોય અને થાકી ગયા હોય એનાથી..

કોણ સાચું બન્નેમાં ? એ જ જેણે ભરોસો કર્યો હોય.. નહીં કે એ જેણે ફાયદો ઉઠાવ્યો હોય..

પોતાના જીવથી વધારે તમારી ચિંતા કરવા વાળું કોઈ વ્યક્તિ મળ્યું હોય તો કદર કરી લેજો એની.. બાકી સમય બદલાતા વાર નથી લાગતી આજે તમારો તો કાલે એનો હશે.. એટલે એ વ્યક્તિને સાચવી લેજો..

29
પ્રેમ, ચિંતા, વેદના દેખાશે બે પાંચ દિવસ,ઝઘડા, દલીલો, વિરહ રહેશે જિંદગીભર

ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત.. એના જેવું જ..

નવું નવું હોય ત્યાં સુધી બધું સારું જ દેખાય.. ધીરે ધીરે પછી એકબીજાની આદતો, સ્વભાવ અને વર્તન અણગમું થવા લાગે પછી ઝઘડાઓ વધે, દલીલો વધે અને મન ઉડી જાય.. ઘણા તો અહીંયા હારી જાય અને છુટા થઈ જાય..

પણ ખરેખર પ્રેમની શરૂઆત તો હવે જ થઈ ને? અત્યાર સુધી તો માત્ર બાહ્ય દેખાવ ને બેચાર મીઠી વાતો સાથે જ તમે પ્રેમ કર્યો હતો.. એને પ્રેમ ના કહેવાય અટ્રેકશન કહેવાય.. કોઈ વ્યક્તિ પુરે પૂરો તમને ક્યારેય ગમશે નહીં.. કારણ સર્વગુણ સંપન્ન જેવું કઈ હોતું નથી..

બધામાં કોઈની કોઈ ખામી તો હોય છે એ ખામીઓ સાથે એ વ્યક્તિ તમને મંજુર હોવું જોઈએ.. એ ખામીઓમાં તમે ખૂબી કઈ રીતે શોધો છો એ તમારા હાથમાં છે..

30
પછી એમાં કાંટા જ દેખાય..શરૂઆતમાં જે ગુલાબ લાગ્યા હોય..

કાંટા તો હોય જ જ્યાં ગુલાબ હોય.. ભૂલ તમારી જ છે તમે ફક્ત ગુલાબ જોયું.. બધું જ સારું કે બધું જ ખરાબ કંઈ હોતું નથી..

સારું મોળું તો બધામાં હોય..સ્વીકરતા શીખો..

માત્ર બાહ્ય દેખાવ જોવાને બદલે સ્વભાવ, વર્તન, આદતો અને માણસાઈ જોવી જોઈએ..

31
રાહ જોઈને થાકેલી આંખનેજો કોઈ પ્યાસાની તરસ અનુભવાયતો નવી વાત નથી..કાગળ પર લખેલા અક્ષરોનેવાંચા મળે ને ફંગોળાઈતો નવી વાત નથી..ક્યારેક તો સમજાશે કદર એમને,જે કદર કરતા નથી..જયારે સમજાય કદર નેભરી ભરીને પસ્તાયતો નવી વાત નથી..

હા ચોક્કસ નવી વાત નથી.. કારણ જે વ્યક્તિને તમારી કદર ના હોય એને એના હાલ પર છોડી દેવાય.. કોઈના વગર કશું અટકી નથી જવાનું.. ને એને એક દિવસ તમારી કદર થશે જ.. ત્યારે એને ય સમજાય જશે કે વ્યક્તિ સાચવવાનો હતો ત્યારે સમય સાચવવામાં રહ્યા.. ને સમય સાચવાનો હતો ત્યારે વ્યક્તિ ખોઈ બેઠા..

32
જ્યારે કદર સમજાશે મારી,મોડું થઈ ગયું હશે..સમય હશે તમારી પાસે,પણ મોડું થઈ ગયું હશે..ને એટલે જ કેતો રહ્યો જીવનભર તમનેકે હાથ છોડતા નહીં..હવે હાથ પકડશો જ્યારે તમે,મોડું થઈ ગયું હશે..

તેથી સમય જતો રહે એ પહેલા કદર કરી લેજો.. અને સમય અને વ્યક્તિ બન્નેને સાચવી લેજો..

તમે નસીબદાર છો કે તમારી પરવાહ કરનાર કોઈ તો છે.. પૂછો એમને જેની જાત સિવાય કોઈ નથી એની સાથે..

33
કૃષ્ણ રાધાને મળતા ના હોત..જો એ સમયમાં પણ આ “ઈગો” હોત..

આ વાત પરથી એમ કહેવા માંગુ છું કે, આજકાલ પ્રેમીઓ ઉદાહરણ તરીકે કૃષ્ણ રાધાનો પ્રેમ લેતા હોય.. પણ ખાલી પ્રેમ? કૃષ્ણમાં જરાય ઈગો ના હતો અને રાધાને પણ એટિટ્યૂડ નહતો એટલે એનો પ્રેમ અમર છે..

ખાલી તમે એક બીજાને ચાહતા હોવ ને એક બીજાની વગર રહી ના શકતા હોવ એને પ્રેમ ના કહેવાય પ્રેમ તો નિસ્વાર્થ હોય.. રાધા રિસાય તો કાન્હો મનાવી લેતો અને કાન્હો મનાવતો એટલે રાધા માની પણ જતી.. એ ઈશ્વર હોવા છતાં નમતું મુકતા હતા.. તેથી એ લોકોનો પ્રેમ અમર છે..

પણ એવું કોઈ નહીં વિચારે બસ પ્રેમ છે પ્રેમ છે કરશે.. પણ હકીકત પ્રેમ શું છે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે.. વિચારવું જ હોય તો આ બધું પણ વિચારવાનું કે જયારે રાધા ગુસ્સો કરે તો આખી દુનિયા ચલાવનાર કાન્હો પણ જુકી જતો એની સામે.. તો આપણે તો આપણું ઘર પણ માંડ ચલાવીએ છીએ.. તો જુકી જવાનું.. નમી જવાનું..

પણ વ્યક્તિ સાચું હોય ત્યાં.. ખોટી જગ્યા એ જુકશો તો પરિણામ હશે પસ્તાવો..

34

તમને ખબર? ઘણા મોટા સપનાઓ હોય જેના...એની પાસે સપના પુરા કરવા માટે પૂરતી સગવડતા ના હોય.. તમારી ને મારી જેવા..

એટલે લખ્યું કે,

વિસામે વિસામે ઉભો રહી જાઉ છું,પાડેલા નિશાને ઉભો રહી જાઉ છું,સપના છે મોટા મંઝિલે પહોંચવાના પણ,ખિસ્સાના હિસાબે ઉભો રહી જાઉ છું..

લાગ્યું ને?? આ લાઈન તમારા માટે જ હતી.. ખબર છે તમારે બહુ આગળ જવું છે.. ભણવું છે. મહેનત કરવી છે... અને મા-બાપનું નામ રોશન કરવું છે .. પણ પૈસે ટકે પાછા પડો છો..

ઘણા મિડલ ક્લાસ દીકરા દીકરીઓની આ જ તકલીફ હોય છે.. કે કરવું તો હોય ઘણું બધું પણ પૈસાના લીધે હાથ ટૂંકા પડતા હોય.. એ લોકોને હું એટલું જ કહીશ તમે તમારું બેસ્ટ આપો સમય જરૂર તમને બેસ્ટ આપશે.. માન્યું કે રૂપિયાથી બધું ચાલે છે.. પણ તમે ખુબ મહેનત કરો.. તમે જેમાં શ્રેષ્ઠ છો એમાં તમારું શ્રેષ્ઠ આપો.. પરિણામ ઈશ્વરના હાથમાં છોડી દો..

કારણ સાચી પરીક્ષા જ એ છે તમારી... કે તમારી પાસે સગવડ ના હોય તો પણ તમે કઈ રીતે કંઈક કરી બતાવો છો..

અને સપોર્ટ માટે કોઈની જરૂર નથી તમને.. તમે એકલા કાફી છો.. તમારી જાત સાથે છે.. બસ હિંમત રાખો..

જોજો એ દિવસ દૂર નહી હોય જ્યારે તમે તમારા નામની તાળીઓ સાંભળશો.. તમારા મા-બાપની આંખો ખુશીઓથી ભરાય ગઈ હશે.. અને આસપાસ બૂમો સંભળાતી હશે તમારી ઓટોગ્રાફ લેવા માટે..

હા થોડું મોડું જરૂર થશે પૂરું એ સપનું..પણ તારે કમાવું પડશે મહેનતથી હકનું..

સફળતા મળશે.. બસ ધીરજ રાખો અને હિંમત રાખો..

ઉપરવાળો સાથે છે, ને એનો હાથ માથે છે,પછી એ દોસ્ત..!! તને ચિંતા કઈ વાતે છે?

બસ તમે મહેનત કરતા જાવ.. આગળ વધતા જાવ ઈશ્વર બધું જ જોવે છે.. તમને તમારા હકનુ જરૂર મળશે..

35
ઈશ્વર બધું જ આપી દે છે..!!બસ, મહેનત તારે કરવી પડે છે..

માંગશો તો ઈશ્વર આપી જ દેશે.. ના નહી પાડે.. પણ તમારી મહેનત પણ હોવી જોઈએ.. તમે ફકત ઈશ્વરના ભરોસે બેસી રહો તો સફળતા ના મળે પરિશ્રમ તો તમારે જ કરવો પડે..

મારી દરેક વાતમાં મહેનતને જ મહત્વ આપીશ હું..

કારણ,

એક રાત માં ચમકી નથી જવાતું..કે એક સવારમાં ઉગી નથી જવાતું..પહોંચતા પહેલા નીકળવું પડે દૂર,એમ જ કશે પહોંચી નથી જવાતું..
36

નોકરી કરવી સહેલી છે, રોટલી કરો તો સમજાય જશે..!!

બહુ નિર્દોષતા ભરી છે આ શબ્દોમાં.. આખો દિવસ ખુરશી પર બેસીને કે પછી આઠ,નવ કલાકની નોકરી કરવી સહેલી લાગે..

જયારે ઘઉં સાફ કરવા પછી તેને બાર મહિના સાચવાના, એમાં જીવાત ના પડે એનું ધ્યાન રાખવાનું.. ત્યારબાદ એને દળાવા જવાનું પછી લોટ બાંધવાનો, રોટલી વણવાની એ પણ ગોળ.. નકશો થાય તોય સાંભળવાનું.. અને પછી એ રોટલીને સેકવાની.. આ બધું કર્યા બાદ તૈયાર થાય એક રોટલી.. જે ફક્ત ઘરની સ્ત્રીઓ અને જે ઘરમાં સ્ત્રી ના હોય એ પુરુષો જ સમજી શકે..

ત્યારે એવું લાગે કે નોકરી કરવી તો બહુ જ સહેલી છે રોટલી કરવા કરતા..

રોટલી તો ફક્ત એક જ ઉદાહરણ હતું આવા તો કેટલાય કષ્ટ છે જે દરેક ઘરની સ્ત્રીઓને વેઠવા પડતા હોય છે..

નોકરીમાં તો રજા પણ આવે.. જયારે રસોડામાં રજા ના આવે..

એમાં પણ જે સ્ત્રીઓ ઘર સંભાળતા સંભાળતા સાથે નોકરી પણ કરે છે એની વેદના તો શબ્દોમાં ઉતારી જ ના શકાય..

વિચારો ખાલી સવારે બધાની પહેલા જાગવાનું, બધા માટે સવારનું શિરામણ બનાવાનું, ખુદનું ટિફિન બનાવાનું, ઘરના અન્ય સભ્યોનું ટિફિન બનાવાનું, બધા માટે આખા દિવસની વ્યવસ્થા ઉભી કરવાની કે દિવસ દરમિયાન કોઈ તકલીફ ના થાય કોઈને, પછી આખો દિવસ નોકરી કરવાની અને સાંજે ઘરે આવીને પાછું રસોડામાં લાગી જવાનું અને બધા જમી લે પછી કચરા, પોતા, વાસણ બધું પતાવીને બધા સુઈ જાય ત્યારબાદ છેલ્લે સુવાનું..

તકલીફોનો મહાસાગર લઈને ફરવાનું ને બીજા દિવસે પાછું આ જ સાયકલ..

આવી અનેક તકલીફોનું પડીકું પાલવે બાંધી ફરતી બધી જ માતાઓ અને બહેનોને મારા હૃદય થી વંદન..

37
જેટલું દબાવ્યું એટલું જ ઊંચે ઉછળ્યું,મારું સપનું એક સ્પ્રિંગ જેવું છે..

ઘણા સપનાઓ એવા હોય છે જે જવાબદારીના લીધે હૃદયના ખૂણે દબાય જતા હોય.. પણ અમુકે સમયે એ દબાયેલા સપનાઓ સ્પ્રિંગની જેમ ઉછળતાં હોય છે અને જિદ્દી થઈ જતા હોય છે..

આવા જ ઘણા દબાયેલા સપનાઓ લઈને તમે પણ બેઠા હશો..જે જેતે સમયે પુરા ના થયા હોય અને સમય જતો રહ્યો હોય.. પણ હું એટલું જ કહીશ કે સમય જતો રહે એ પહેલા દરેક પળ જીવી લો.. જિંદગી વારંવાર મોકો નથી આપતી..મોકો મળે ત્યારે માણી લો..

મોજથી જીવો જીવાય એટલું,ઉપાધિ તો જિંદગી આખી છે,બીજાને ગમીને ક્યાં જવું છે?તમે ખુદને ગમો એટલું કાફી છે..
38
એ પછી ઓશીકાને ભેટીને ચોધાર રડ્યો,જે ક્યારેય ઓળખીતાને ભેટી ના શક્યો..

જેનું કોઈ ન હોય, એનું ઓશીકું હોય છે. દિવસે બધાં સામે હસતો ચહેરો, રાત્રે ઓશીકાને ભેટીને ખૂબ રડતો હોય છે.

ઓશીકા પર એક રચના,

બધા તરછોડે ત્યારે ઓશીકું યાદ આવે છે.કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકું યાદ આવે છે,અને ઉંઘવા માટે તો ઉંઘ જ કાફી છે,પણ રડવું આવે ત્યારે ઓશીકું યાદ આવે છે.શબ્દોના ઘા તો હૃદય ઝીલી લેશે,પણ હૃદયને ઝીલવાનું થાય ત્યારે ઓશીકું યાદ આવે છે.બધા તરછોડે ત્યારે ઓશીકું યાદ આવે છે.કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકું યાદ આવે છે..

આ રચના મેં રડતા રડતા લખી હતી.. કારણ બધાથી હારી જઈએ.. થાકી જઈએ ત્યારે જાતને છાની રાખવા આ ઓશીકા સિવાય કોઈ નથી હોતુ..

બસ જાત, હું અને આ ઓશીકું અરધી રાત સુધી વાતો કરીએ પછી જાત રડી પડે, ઓશીકું ભીંજાય જાય અને હું જાત ને સમજાવું અને ઓશીકાને સુકવું.. આમ રાત વીતી જાય અને સવાર પડે..

કંટાળી, હારીને વિતાવવી રાત ભારી પડે,છતાં એક આશ હો હૈયામાં કે સવાર સારી પડે..

રાત ભલે ગમે તેવી દુઃખી વીતી હોય, પણ હૃદયમાં એક આશા હોય કે સવાર સારી પડે અને ખરેખર ભગવાન અઘરી કસોટીઓ લેતો હોય છે ને એમાં પાસ થવું બહુ જ જરૂરી છે..

39
કારણ હંમેશા નાનું હોય છે..બસ અલગ થવાનું બહાનું હોય છે..

અલગ થનારા બહાનાની શોધમાં જ હોય છે... એવું જણાવશે કે તમે જ બધું કર્યું, તમે બદલાઈ ગયા, તમે પ્રેમ નથી કરતા, બસ બહાનું મળતાં જ છોડીને જતું રહેશે... અને જે વ્યક્તિને છોડીને જશે એ આઘાત ઝીલી નહીં શકે... અને મૂંઝાતો રહેશે... પણ મૂંઝાઈ નહીં જવાનું... કોઈ એકના જવાથી જિંદગી પૂરી નથી થતી એ વાત હંમેશાં યાદ રાખવી...

બહુ લાંબી ઉમર જીવવાનું છે તમારે હજુ... કેટલાં સપનાં જોયાં છે, ખબર છે ને? પૂરાં કરવાનાં છે હજુ એ... તેથી જલ્દીથી એ દુઃખમાંથી બહાર આવી કામે વળગી જાઓ... જેમ એ વ્યક્તિએ તમને છોડ્યાં, એમ તમે પણ એની યાદોને મુક્ત કરો અને આગળ વધો...

40

તમે કઈ નોટીસ કર્યું?

નહીં જ કર્યું હોય..

કર્યું હશે તોય પ્રશ્ન મુંજવતો હશે કે આ પુસ્તકના ફ્રન્ટ કવર પર આવો કેવો ફોટો રાખ્યો છે??

પણ જયારે આ પુસ્તક લખવાનું ચાલુ કર્યું ત્યારે મેં ફક્ત પુસ્તકનું નામ વિચાર્યું હતું..અંદર શું લખીશ કે કવર કેવું રાખીશ એવું કશું વિચાર્યું ના હતું..

પણ તમે ધ્યાનથી જોવો કવર પેજને.. ચારેય બાજુ અંધારું છે.. અને બે હાથ વચ્ચેથી પ્રકાશ બહાર આવે છે.. એના માધ્યમથી હું એમ સમજાવા માંગુ છું કે, જયારે જિંદગીમાં રાત પડી જાય એટલે કે મુસીબતો રૂપી અંધારું છવાય જાય ત્યારે એનો રસ્તો ખુદ તમારી જાત હોય છે.. તમારી જાત તમારી સાથે છે તમે ગમે તે મુસિબતોમાંથી જાતે જ બાર આવી શકો છો બસ આત્મવિશ્વાસ રાખો.. ગમે તે અંધકારમાં પ્રકાશ ફેલાવી શકો છો..

રાખનો પણ આકાર નીકળશે,ને દુઃખનાય ઘણા પ્રકાર નીકળશે..તું ખુદ છે સમાધાન મુસીબતનુ,તું હાથ તો ફેલાવ દોસ્ત!!અંધકારમાંય પ્રકાશ નીકળશે..
41

આ વાત બધાએ અનુભવી હશે..

જ્યારે તમે કંઈક નવું કરવાની શરૂઆત કરો ને એટલે બહુ બધું સાંભળવા મળે..

“તું નહીં કરી શકે...”,

“એ તારું કામ નહીં.”,

“તને એ શોભતું નથી.”,

“તું હારી જઈશ.”,

વગેરે વગેરે ઘણું બધું સાંભળવા મળે..

ને બોસ આવું જ્યારે સાંભળવા મળે ને ત્યારે જ નક્કી કરી લેવાનું કે હવે તો હું જ કરીને બતાવીશ.. ને એવું કરીને બતાવીશ કે તમે જ કહેશો વાહ!! આવું તો તું જ કરી શકે..

“તું નહીં કરી શકે” ની શરૂઆત જરૂર કઠિન હોય છે.પણ એનો અંત બહુ જ હસીન હોય છે..
42

તમે ક્યારેકને ક્યારેક તો ઈશ્વરને દોષિત ઠહેરાવ્યો જ હશે.. કે કેમ હું જ મળું છું તને? ક્યારેક તો મારી સામે જો પ્રભુ..

કદી તો કર મને ન્યાલ ઈશ્વર,જો કદી મારો હાલ ઈશ્વરઉમ્મીદ એક તારાથી છે હવે,હાથ પકડ મારો ચાલ ઈશ્વરતારા ભરોસે દોડી આવ્યો છું,કંઈક કરજે નિકાલ ઈશ્વરફસાયો હું ને મૂંઝાયો છું હું,આ મધદરિયેથી તાર ઈશ્વરકળિયુગના આ દાનવોને,એક પરચો દેખાડ ઈશ્વરમાંડ પહોંચી શક્યો છું અહીંયા,આગળ તું જ પહોંચાડ ઈશ્વરથાક્યો છું ને હાર્યો છું બસ,માન્યો નથી હું હાર ઈશ્વરહાથ પકડ મારો ચાલ ઈશ્વર

તમારા જીવનમાં આવતી મુસીબત એક પરીક્ષા છે અને એનો પેપર ચેકર ખુદ ઈશ્વર છે.. અને એ પરીક્ષા અમુક સિલેક્ટેડ લોકો માટે જ હોય છે.. ઈશ્વરે એ પરીક્ષા માટે જો તમને સિલેક્ટ કર્યા છે તો અભિનંદન!! તમે ઘડાય રહ્યા છો.. જરૂર ચમકશો..

43

સુખની નોકરી મેળવવા માટે.. દુઃખના ઇન્ટરવ્યૂ આપવા પડે..!!

સમજાયું? સુખી જિંદગી જોઈતી હોય તો દુઃખ તો ભોગવવું જ પડે. ઇન્ટરવ્યૂમાં શું હોય? અવનવા સવાલો જે તમારી કલા અને આવડતને પૂરેપૂરી દર્શાવે. તો બસ દુઃખના ઇન્ટરવ્યૂ આપી દેવાના. તો જ સુખની નોકરી મળશે.

દુઃખના આ રસ્તે ચાલ્યા વગર સુખનાં સરનામાં જડતાં નથી..

અને નોકરી જેમ કાયમી ના હોય એમ સુખ પણ કાયમી ના હોય.. એટલે જિંદગી જે પણ પરીક્ષાઓ લે છે પાસ કરતા જાવ અને આગળ વધતા જાવ..

ઘસાતા પહેલા જો હીરો વિચારે કે કેમ ઘસાવ હું?? તો એ ક્યારેય નહીં ચમકે..

44

આ મારું પુસ્તક વાંચી રહેલી બધી જ બહેનો અને માતાઓને એક વિનંતી કરું છું કે તમારી જિંદગીની નજીક હોય એવા પુરુષો (ભાઈ, પિતા, પતિ કે દોસ્ત)ને અત્યારે જ કૉલ કરો અને પૂછો કે:

“કેમ છો? મજામાં? કોઈ તકલીફ તો નથી ને? મૂંઝાતા નહીં, બધું જ થઈ જશે.”

બસ ખાલી આટલું કહી દો એમને.

કારણ કે એક પુરુષ હૃદયમાં બહુ ઉમળકાઓ લઈને જીવતો હોય છે. એ તકલીફમાં હશે તો પણ કોઈને કહેશે નહીં, બસ મનમાં ને મનમાં મૂંઝાયા કરશે. એને “થઈ જશે” એટલું કહેવાવાળું પણ કોઈ મળી જાય તો પણ એ જીતી જશે.

સવારે ટિફિન લઈને નીકળી જતાં સંતાનો, માતા-પિતા, કરિયર, ભવિષ્ય અને પોતાના પગ પર ઊભા થઈ આખા પરિવારની ખુશીઓ વિશે વિચારતા, કઠોર નારિયેળના પોચા મલાઈ જેવા નાજુક હૃદયવાળા તમામ પુરુષો અને ભાઈઓને મારા દિલથી વંદન.

ચિંતા ના કરતા દોસ્તાર... થઈ જશે!

45

તમે સ્માઈલ કરો ત્યારે કેવા લાગો ખબર??

ક્યાં છે તમારો મોબાઈલ?

મોબાઈલમાં ફ્રન્ટકેમેરો ખોલો..અને મસ્ત સ્માઈલ કરો..ચાલો..

પછી હું કહું તમે કેવા લાગો..

કરી સ્માઈલ?

આહાહા!! કેવા સરસ લાગો છો જોવો.. આટલા સુંદર ચહેરાનુ સર્જન કર્યું છે ભગવાને અને તમે એને રડાવી રડાવીને કેવો કરી નાખ્યો?

અને જોવો તમે કેટલા સુંદર દેખાવ છો..

એક ગીત તમારા

[અહીં હિન્દી ગીતની પંક્તિઓ છે — કૉપિરાઇટ હોવાથી હું ફરીથી લખી શકતો નથી. મૂળ પુસ્તકમાંથી અહીં ઉમેરી લેજો.]

પણ એક મિનિટ

આ આંખો નીચે કુંડાળા પડ્યા છે એ બતાવી રહ્યા છે રાતો ના ઉજાગરા..

જોજો હો..!! એ કુંડાળાથી આખા ચહેરાનો દેખાવ બદલાય ના જાય..

હસતા રહો યાર.. ફોટા સારા આવે કે ના આવે જિંદગી સારી વીતશે..

46

જાત સાથે વાત કઈ રીતે કરી શકાય??

અરીસા સામે ઉભા રહી.. રાત્રે ખુલી આંખે આકાશના તારા જોઈને, તમારા મોબાઈલનો ફ્રન્ટકેમેરો ખોલીને અથવા તો તમારા ફોટાને હૂબહૂ તમારી સામે રાખી તમે જાત સાથે વાત કરી શકો..

જાત જયારે હારી જાય ત્યારે...જાત જયારે થાકી જાય ત્યારે..

કોઈ પોતાનું દૂર જાય ત્યારે.. કોઈ મુસિબત નજીક આવે ત્યારે..

કોઈ પાછળ છૂટી જાય ત્યારે.. કોઈ આગળ નીકળી જાય ત્યારે..

કોઈ પથ્થર મારી જાય ત્યારે.. કોઈ પથ્થર સમજી જાય ત્યારે..

જાત સાથે વાત કરજો.. જાતને મજા આવશે..

47

જાતને હિંમત આપતી અને મારા પુસ્તકના શીર્ષકને બિરદાવતી રચના.. તમે જાત સાથે વાત કરો ત્યારે જાતને જરૂર સંભળાવજો આ રચના..

તું જીત મારી જાત, ને કર નવી શરૂઆત,તું સાંભળ મારી વાત, ના માનીશ કદી હાર,સપના થયા છે રાખ, ને દિલમાં લાગી આગ,મતલબના સંબંધને, તું દીવાસળીઓ ચાપ,છોડી પારકી આશ, જાત પર ભરોસો રાખ,દિલમાં ભર્યો કચરો, એ કચરો કાઢી નાખ..તૂટ્યું ફક્ત દિલ, તું તૂટ્યો નથી યાર,છૂટ્યો તારો પ્યાર, પણ જિંદગી બાકી છે યાર,તું જીત મારી જાત, ને કર નવી શરૂઆતતું સાંભળ મારી વાત, ના માનીશ કદી હાર

એક સોન્ગ છે.. “તું ખીંચ મેરી ફોટો...” બસ એના રાગ પ્રમાણે તમે આ રચના ગાય પણ શકો... આશા કરું કે તમે રીલેટ કરી રહ્યા હશો..

48

તમારા બધા માટે એક રચના...

લખો અને લખતા રહો...આમ જ આગળ વધતા રહો...સૌને ગમવા લાગ્યા ભલે...થોડું ખુદને ગમતા રહો...આવે ઘા પીઠ પાછળ જ,ખમો એમ જ ખમતા રહો...ઘમંડ કરીને ક્યાં જવું, દોસ્ત?નમે છે એને નમતા રહો...જીવન રમત જેવું જ સમજો,દરેક રમત રમતા રહો...ત્યારે જ શીખશો ઊભા થતાં,પડ્યા એમ જ પડતા રહો...સૌને ગમવા લાગ્યા ભલે,થોડું ખુદને ગમતા રહો...
49

અહીં હું મારા શબ્દોને વિરામ આપું છું.. પણ એ પહેલા મારુ પુસ્તક ખરીદવા અને તમારા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને મારુ આ પુસ્તક વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર..

અને આમ જ સપોર્ટ આપતા રહેજો.. વાંચતા રહેજો.. જીવનમાં ખુબ જ આગળ વધો એવી બહુ બધી પ્રાર્થનાઓ

દરિયા જેવડી દુનિયામાં ખોબા જેટલું પીરસી.. તમારા ખોબા જેવડા દર્દો પર દરિયા જેટલો મલમ લગાડવાની મારી આ કોશીશમાં કોઈ ભુલચુક થઈ હોય તો માફ કરજો...

આ શબ્દો રુપી મલમથી તમારા દર્દોને જરુર રાહત મળી હશે...

અંત સુધી જોડાયેલા રહ્યા એ માટે હજુ એકવાર વ્હાલ ભર્યું થેંક્યુ..

પુસ્તકનો રીવ્યુ (પ્રતિભાવ) અવશ્ય આપજો જેથી મને પણ એમાંથી પ્રેરણા મળે અને હું પણ આવીજ વધુ રચનાઓ તમારા સમક્ષ મુકતો રહું.

મારી અને મારી રચનાઓ સાથે કનેક્ટ રહેવા મારુ ઇન્સ્ટાગ્રામ એકાંઉટ (@drsyt.on1) ફોલો ના કર્યું હોય તો ફોલો કરી શકો છો.. ત્યાં દરરોજ નવા વિચારો અને નવી નવી રચનાઓ પોસ્ટ કરતો રહું છું..

હજુ એકવાર દિલથી આભાર આપ સૌ વ્હાલીડાવનો..

ખુશ રહો ખુબ આગળ વધો..

જય શ્રી કૃષ્ણ !!

હારી જશો તો ચાલશે..

પણ હિંમત હારતા નહીં..!!

Shopizen.in

શોપિઝન લેખકોના હિતને કેન્દ્રમાં રાખીને કામ કરતું ઓનલાઈન પ્લેટફોર્મ અને પ્રકાશન ગૃહ છે. અમે સર્જકના સર્જનનું સન્માન કરીએ છીએ. શોપિઝન પરિવાર સાથે જોડાઓ અને મેળવો તમારાં લેખનનું યોગ્ય વળતર. POD (Print on Demand) સુવિધા હેઠળ અમે પુસ્તકોનું પ્રકાશન પણ કરીએ છીએ. POD સુવિધા નિ:શુલ્ક છે, જે માટે લેખકો પાસેથી કોઈ પણ પ્રકારનું શુલ્ક લેવામાં નથી આવતું.

પુસ્તક પ્રકાશન, ખરીદી કે અન્ય કોઈ પણ પ્રકારની માહિતી માટે www.shopizen.in અથવા અમારી એપ્લિકેશનની મુલાકાત જરૂર લો. કોલ અથવા વૉટ્સેપ વડે સંપર્ક કરો: 7226067609

શોપિઝન એપ અને વેબસાઇટ પર પાંચ ભાષાઓમાં પ્રકાશિત સેંકડો ગુણવત્તાસભર સાહિત્ય કૃતિઓ નિઃશુલ્ક વાંચન માટે પણ ઉપલબ્ધ છે! વાંચનપ્રેમીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ! આવો, અને સાહિત્યની એક નવી ધારામાં જોડાઓ.

આભાર.